• slidebg1
  પ્રવેશ દ્રાર
 • slidebg1
  સાંસ્કૃતિક ભવનમાં પાકિંગ ૫૦૦' X ૩૦૦૦'
 • slidebg1
  સાંસ્કૃતિક ભવન
 • slidebg1
  સાંસ્કૃતિક ભવન
 • slidebg1
  સાંસ્કૃતિક ભવન ઓફિસ
 • slidebg1
  સાંસ્કૃતિક ભવનમાં મેરેજ હોલ ૫૦' X ૧૦૦'
 • slidebg1
  સાંસ્કૃતિક ભવનમાં પાકિંગ ૫૦૦' X ૩૦૦૦'

પ્રસ્તાવના

ગુજરાત રાજયના નવસારી જિલ્લાના નવસારી નગરના પૂવૅ દિશામાં વિશાળ સંખ્યામાં કોળી પરિવાર વષૉથી સ્થાયી થયેલ છે. સમાજપ્રેમી ઓના પરિશ્રમ થકી છેલ્લા કેટલાક વષૉથી આથિક પરિસ્થિતિ માં સુઘારો થયેલ છે. કેટલાક કુટુંબો પરદેશમાં સ્થાયી થઈ સારો આથિક વિકાસ કયૉ છે. જેનો સમાજને ગૌરવ છે. સમાજના આબાલવૃદ્રો ને સમાજના સંવૉગી ઉત્થાન માટે કંઈક કરવું જોઈએ. એવું લાંબા સમયથી સતત મંથન કરતા હતાં. આ સંદૅભે સમાજપ્રેમીઓ, સામાજીક કાયૅકરો,વડીલો , બુઘ્ઘી જીવીઓ, યુવાનો, સંન્નારીઓ વગેરે ચિંતીત હતા. આ સૌના સહકારથી અને  સઘન પ્રયત્નોથી સ્થળોએ મિંટીગ યોજી નવસારીની પૂવૅ દિશાએ આવેલ બાવન ગામોને આવરી લઈ  “શ્રી નવસારી પૂવૅ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્ર્રસ્ટ” ની રચના કરવામાં આવી. ટ્ર્રસ્ટના વિકાસલક્ષી અને સરળ સંચાલન માટે ત્રણ સ્તરીય વહીવટી માળખાની રચના કરી. ટ્ર્રસ્ટનુ સવૅસંમતિથી બંઘારણ બનાવીને માનનીય ચેરીટી કમિશનર પાસે મંજુર કરાવવામાં આવ્યું. જેનો નંબર સા.દ્રા.નો.નં ઈ-૧૧૮૫ નવસારી તા.૧૨/૧૦/૨૦૦૧ છે.(પરિશિષ્ટ ૧)

ત્યાર બાદ  માંરુ ગામ, માંરુ કુટુંબ તેમજ મારો સમાજ એવી ભાવના સાથે ટ્રસ્ટનાં કાયૅક્ષેત્ર હેઠળના વિસ્તારના(પરિશિષ્ટ ૩) ટ્ર્સ્ટનાં સામાન્ય અને પેટ્રન સભ્યો બનવાની શરૂઆત કરવામાં આવી.  

આ ટ્રસ્ટનું પ્રથમ લક્ષ્ય એક વિશાળ સાંસ્કૃતિક સંકુલનું નિમૉણ કરવાનું હતું.  જે માટે આપણને તે  સમયનાં મેનેજીંગ ટ્રસ્ટશ્રી  સ્વ.ગોવિંદભાઈ ડાહ્યાભાઈ પટેલ,બુટલાવકરના સઘન પ્રયત્નોથી ને.હા.નં. આઠની બાજુમાં ખડસુપા-બોડિંગ ખાતે  નવ વીંઘા  જમીન પ્રાત્પ થઈ. બાદ એંઘલ ગામના મહાદાતા સ્વ. દિવાળીબેન મગનભાઈ પટેલના પરિવાર તરફથી ભૂમિદાનરૂપે રૂ. એકવીસ લાખનું મતબર દાન મળ્યું. અને “ સ્વ. દિવાળીબેન  મગનભાઈ પટેલ. એંઘલ સાંસ્કૃતિક સંકુલ ”નું નિમૉણ કરી શક્યા.પ્રથમ ચરણમાં ટ્રસ્ટનાં સ્વાગત કક્ષનું નિમૉણ કરવામાં આવ્યું.

સાંસ્કૃતિક સંકુલ બનાવવા માટે તેનું ભૂમિપૂજન અને ખાતમુહૅત વિઘિ સાંસ્કૃતિક ભવનનાં મહાદાતા એમ.ડી.પરિવારના શ્રી રમેશભાઈ.એમ.પટેલ (એઘંલ) તથા સાંસ્કૃતિક ભવનનાં મહાદાતા શ્રી રમેશભાઈ રામભાઈ પટેલ (બોરીયાચ) ના શુભ હસ્તે ગ્રીડ સ્થીત સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતશ્રીઓના આશિવૅચન સાથે તા.૨૭/૧૧/૨૦૦૫ ના રોજ કરવામાં આવ્યું.    

સાંસ્કૃતિક ભવનના નિમૉણ માટે મોટા પ્રમાણમાં દાનની જરૂરિયાત હોવાથી સમાજપ્રેમી ભાઈઓ-બહેનો તરફથી તેમજ પરદેશમાં વસતા સમાજપ્રેમી ભાઈઓ બહેનો તરફથી ખૂબ જ પ્રોત્ત્સાહિત અને આવકારદાયક દાન મળ્યું પરિણામે આજે આપણે ૩.૫ કરોડ રૂપિયા મેળવી સાંસ્કૃતિક ભવનને  કાયૅરત કરી રહ્યા છીએ.

સાંસ્કૃતિક ભવનના નિમૉણ અને વિકાસમાં અનેક ચઢાવ – ઉતાર આવ્યા છતા નવસારી પૂવૅ વિભાગ ના દેશ અને પરદેશમાં વસતાં કોળી સમાજપ્રેમીઓ ઓએ તન,મન અને ઘન સાથે તેમનો મહામુલ્ય સમય ફાળવી સમાજનાં ઉથ્થાન માં ભગીરથ કાયૅમાં સાથ-સાહકાર આપ્યો તે માટે સમ્રગ કોળી પરિવાર તેમનો ત્રણી છે. આપણા સમાજનાં દેશ-વિદેશમાં વસતાં દાનવીરોએ યથાશકિત દાન આપી ને આ ભવન માટે જે સમૅપણ આપ્યુ છે. જે વડિલશ્રીઓએ,મિત્રઓએ,માતાશ્રીઓએ,બહેનોઓએ.,યુવાભાઈ એ આજ સુઘી જે સાથ સહકાર,પ્રેમ હુંફ, આપી આ વિભાગને ગૌરવંત કાયૉ છે. તે સવૉશ્રી નો શ્રી નવસારી પૂવૅ વિભાગ કોળી સમાજ હદ્ગયપૂવૅક આભારી છે.             

                                                                                                                                                                                             નમસ્તે.

સમાચાર


શ્રી નવસારી પૂવૅ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્ર્રસ્ટ

સાંસ્કૃતિક સંકુલમાં નીચે દ્રારા દશાવવામાં આવેલ સમાજની સંકુલમાં સેવાઓ મળશે.

બંઘારણ

૧) સાંસ્કૃતિક ભવનનું નિમૉણ અને  સંચાલન કરવું.

૨) લગ્ન પ્રસંગ કે અન્ય સામાજિક પ્રસંગ સંકુલ-ભવનની સેવા આપવી.

૩) યુવાનો મહિલાઓ અને વિઘાથીંઓના શૈક્ષણિક,સામાજિક,સાંસ્કૃતિકને વ્યકિતત્વ વિકાસની પ્રવૃતિઓનું આયોજન કરવું.

૪) ભજન,ગરબા,નિબંઘ મહેંદી વગેરે સ્પઘૉ યોજવી.

૫) આરોગ્યલક્ષી કેમ્પ યોજવા નેત્રયજ્ઞ,રકતદાન,સવૅરોગનિદાન.

૬) રમતગમતની પ્રવૃતિઓ.

૭) ખેડૂતોને માગૅદશૅન મળે તે માટે શિબીરોનું આયોજન.

૮) ઘામિક- આઘ્યાકિમક પ્રવૃતિઓને ઉતેજન.

૯) શિષ્યવૃતિ વિતરણ કરવું.

૧૦) વૃક્ષારોપણ.

આ ટ્રસ્ટના સંચાલન માટે ટ્રસ્ટનું સવૅસંમતિથી બંઘારણ બનાવવામાં આવ્યું છે. જેને ચેરીટી કમિશનરશ્રીએ મંજૂર કરેલ છે. નંબર સા.દ્રા.નો નં.ઈ.-૧૧૮૫, નવસારી તા.૧૨-૧૦-૨૦૦૧. બંઘારણના નીતિ-નિયમો મુજબ ટ્રસ્ટનું સંચાલન થાય છે.

અત્યારે ત્રણ સ્તરીય વહીવટી માળખું છે. ૧) ટ્રસ્ટી મંડળ  ૨) સંચાલન મંડળ   ૩) ગ્રામવિકાસ સમિતિઓ તથા ગ્રામપ્રતિનિઘિ સભ્યો.

૧)  જો કોઈ પણ સમાજપ્રેમી રૂ.૧૦ લાખ કે તેથી વઘુ રકમનું દાન આપે તો તેના તથા તે વ્યકિત જેનું નામ આપે તેવા સ્વજનનું પૂતળું મૂકવું.

૨) જો  કોઈ સમાજપ્રેમી રૂ.૧૫ લાખ કે તેથી વઘુ રકમનું દાન આપે તો દાન આપનાર વ્યકિત જે નામો આપે તે તેના  બે પૂતળાં મૂકવા.

૩) સાંસ્કૃતિક ભવનના જુદા જુદા યુનિટો માટે દાનની મયૉદા નક્કી કરવામાં આવેલ છે. રૂ.૨૫૦૦૦/- કે તેથી વઘુ દાન આપે તો તેનો અથવા દાતાશ્રીઓના સ્વજનનો ૧૬”  X ૧૨” નો ફોટો સાંસ્કૃતિક ભવનમાં  મૂકવામાં આવશે. અને બોડૅ પર  તેમનું નામ સુવણૅ  અક્ષરે અંકિત કરવામાં આવશે.   

૧) નવયુવાન યુવક – યુવતી માટે પરિચય મેળાનું આયોજન કરવું .

૨) નવયુવાન યુવક – યુવતીઓની પરિચય પુસ્તિકા તૈયાર કરવી.

૩) સમૂહલગ્ન  માટે આયોજન કરવું.

૪) સાંસ્કૃતિક ભવનની બાજુમાં “પાટી પ્લોટ”  બનાવવો. જે માટે કોઈ દાતા રૂ.૧૦ લાખનું  દાન આપે તો તેના નામકરણ સાથે “પાટી પ્લોટ” બનાવવાનું વિચારણા  હેઠળ છે.

૫) સમાજના વિઘાથીં ભાઈ-બહેનો અને યુવાવગૅ જ્ઞાન મેળવી શકે, તે માટે સાંસ્કૃતિક ભવનની અંદર આઘુનિક કમ્પ્યુટરની લેબોરેટરી તૈયાર કરવી. જો કોઈ દાતા રૂ. ૫ લાખનું દાન આપે તો તેના નામજકરણ સાથે કમ્પ્યુટરની પ્રયોગશાળા તૈયાર કરવાનું વિચારણા હેઠળ છે.       

અડદા

અંબાડા

ઓંડચ

એંઘલ

બુટલાવ

બોરીયાચ

બોડવાંક

કરચેલિયા

કછોલ

કણબાડ

કુંભારફળિયા

ખડસુપા- બોડિંગ

ચાપલઘરા

ઝેરવાવરા

ટોળી

ટાંકલ

ડભલાઈ

દંડેશ્વર

દુંવાડા

દંડેશ્વર

ઘોળીકુઈ

તીઘરા

નવાતળાવ

નાગઘરા

નવાગામ

નોગામા

નસીલપોર

પારડી

પુણી

પેરા

મોલઘારા

મુનસાડ

રાનકુવા

વાંસકુઈ

વાડા

વાંગરી

વેગામ

વાંઝણા

વસર

સીસોદ્રા(ગણેશ વડ)

સરપોર

સાતેમ

સણવલ્લા

સીંગોદ

સુંથવાડ

સુરખાઈ

ભુલાફળિયા

ઓણચી

ઈટાળવા

ઊન

ફુલવાડી

પીંજરા

 

 

                                     

સમાજના ઉથ્થાનના સ્વપ્ન દૂષ્ટ્ર્રા સ્વ.ગોવિંદભાઈ ડાહ્યાભાઈ પટેલ બુટલાવકર


સમાજના ઉથ્થાન માટે કંઈ કરવાના ઉમદા વિચારથી પ્રેરાઈને શ્રી નવસારી પૂવૅ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્ર્રસ્ટની રચના કરી એક વિશાળ સાંસ્કૃતિક સંકુલનું નિમૉણ કરવા માટે એમના અથાક પ્રયત્ન થકી ને.હા.નં.૮ ની બાજુમાં, ખડસુપા-બોડિંગ મુકામે જમીન પ્રાપ્ત કરી સાંસ્કૃતિક સંકુલના નિમૉણની શરૂઆત કરી.જે માટે આ સમાજ હદયપૂવૅક તેમના આભારી છે.

નામ : શ્રી જગદીશભાઈ દયાનંદભાઈ પટેલ

હોદો : મેનેજીગ ટ્રસ્ટી

ગામ : કુંભારફળિયા

ફોન નંબર :૯૬૦૧૯૮૬૬૬૪
નામ : શ્રી પરભુભાઈ વલ્લભભાઈ પટેલ

હોદો : પ્રમુખશ્રી

ગામ : નવાગામ

ફોન નંબર :૯૪૨૭૪૧૩૯૩૪
નામ : શ્રી ઠાકોરભાઈ છનાભાઈ પટેલ

હોદો : ઉપપ્રમુખશ્રી

ગામ : ભુલાફળિયા

ફોન નંબર :૯૮૨૪૧૦૩૮૪૪
નામ : શ્રી નટવરલાલ રામભાઈ પટેલ

હોદો : ઉપપ્રમુખશ્રી

ગામ : ઊન

ફોન નંબર :૯૪૨૬૮૫૩૬૩૧
Scroll to Top